Sadharmik Bhakti



Dear Friends,

 

We have moved this website work under http://www.blog.jainsadharmik.com/

Jain philosophy (Sanskrit: Jain darsana; जैन दर्शन) deals extensively with the problems of metaphysics, reality, cosmology, ontology, epistemology and divinity. Jainism is essentially a transtheistic religion of ancient India.[1] It is a continuation of the ancient Śramana (self effort) tradition which co-existed with the Vedic tradition since ancient times.[2][3] The distinguishing features of Jain philosophy are its belief on independent existence of soul and matter, denial of supreme divine creator, owner, preserver or destroyer, potency of karma, eternal and uncreated universe, a strong emphasis on non-violence, accent on relativity and multiple facets of truth, and morality and ethics based on liberation of soul. Jain philosophy attempts to explain the rationale of being and existence, the nature of the Universe and its constituents, the nature of bondage and the means to achieve liberation.[4] It has often been described as an ascetic movement for its strong emphasis on self-control, austerities and renunciation.[5] It has also been called a model of philosophical liberalism for its insistence that truth is relative and multifaceted and for its willingness to accommodate all possible view-points of the rival philosophies.[6] Jainism strongly upholds the individualistic nature of soul and personal responsibility for one’s decisions; and that self-reliance and individual efforts alone are responsible for one’s liberation.[7]

According to Jain philosophy, we all have to work hard for/we are responsible for our self-reliance. But as a society, we all are connected; our essence is ‘compassion and Non-violence’. Under these virtues, we must be responsible towards those who might have struggle for basic necessity.

 

Even without having bias about cast, creed, gender, we all should get equal opportunity in this worldly world. As we are responsible for our self, we are equally responsible to help each other. It goes through the path of following law and order, obeying moral values, being unselfish. Then only we can start progressing on spiritual path.

 

With this idea, now onwards my Jainism related blog posts, I will publish under ‘Jain Sadharmik’ platform.

 

 

Pls share your ideas/suggessions that how can we help our people? How can we help our Nation? In all areas, Health, Education, Business, Employment etc.

 

Jain Phylosophy ref: Wikipedia

Posted in Uncategorized | Leave a comment

જૈન ધ્યાન (“પ્રતિક્રમણ ધ્યાન”)

જૈન ધ્યાનનાં મુખ્ય ઉદેશ નીચે જણાવ્યાં પ્રમાણે છે.

૧. કર્મ – દ્રવ્યોનાં આસ્રવને રોકવાં.

૨. સંચિત કર્મોની નિર્જરાને પ્રોત્સાહન.

આનાથી અમર આત્માની વાસ્તવિક પ્રકૃતિ – અનંત જ્ઞાન, દર્શન , સુખ અને વીર્યનાં ગુણોની અભિવ્યક્તિ દ્રારા પ્રગટ થાય છે.

રોજનાં ધ્યાન માટે લગભગ ૨૦ મિનિટનો સમય લાગે છે જે વધારેમાં વધારે ૪૮ મિનિટ સુધી હોઇ શકે છે. સૌ પ્રથમ શરીરનું શિથિલિકરણ – આસનમાં બેસો. એ પછી પ્રાણાયામ (શ્વાસોશ્વાસ નિયંત્રણની ક્રિયા) કરવી. શ્વાસ લેવો, રોકવો અને ફરીથી શ્વાસ છોડવો. આ ક્રિયાઓનો સમય ૧ : ૨ : ૧ રાખવો. અર્થાત એકથી આઠ સુધીની ગણતરીમાં શ્વાસ લેવો. ફરીથી એકથી સોળ સુધીની ગણતરી સુધી શ્વાસ રોકવો અને ફરીથી એકથી આઠ સુધીની ગણતરીમાં શ્વાસ છોડવો.

આ પ્રાણાયામ લગભગ ૧૨ વખત કરવો. એકવાર જ્યારે તમે શિથિલીકૃત થઇ જાવ ત્યારે તમે પોતાનાં રોજ-બરોજનાં જીવન વિશે સહજતાથી વિચારી શકો છો. પાંચ અણુંવ્રતોનાં વિષયમાં વિચારવા માટે તમે નીચેની બાબતો પર ધ્યાન આપો. જેનો મુળભુત સિધ્ધાંત અહિંસા છે. જેનો ઉદેશ પોતાનાં આત્માને ઉચ્ચત્તર સ્તર પર લઇ જવાનો છે.

ગુરુદેવ ચિત્રભાનુ દ્વારા રચિત “પ્રતિક્રમણ ધ્યાન” (ડિવાઇન નોલેજ સોસાઇટી – મુંબઇ)

૧. હું રત્નત્રયની આરાધના કરું છું.

સમ્યક દર્શન,

સમ્યક જ્ઞાન,

સમ્યક ચારિત્ર.

૨. હું બધા સાથે મૃદુતાથી વ્યવહાર કરીશ.

બધાની સાથે મિત્રતા

ગુણીજનો પ્રત્યે ભક્તિ અને આનંદ

જે લોકો ઉપદેશો પર ધ્યાન નથી આપતાં એમની ઉપર મધ્યસ્થભાવ

દુઃખી જીવો પ્રત્યે કરુણા.

૩. હું બધી વ્યક્તિઓ અથવા વસ્તુઓના વિકિરણ માટે પ્રકાશનું વિકિરણ છું.

હું પ્રકાશ છું અને માત્ર પ્રકાશ જ મારી અંદર આવી શકે છે.

હું અનંત જ્ઞાન છું , હું અનંત દર્શન છું,

હું અનંત સુખ છું, હું અનંત વીર્ય છું.

•ધ્યાનઃ મુખ્ય કર્તવ્ય સુચી.
૧. સકારાત્મક અહિંસા.

શું હું પોતાના કે બીજા કોઇ પ્રત્યે મન, વચન અને કાયાથી અહિંસક રહ્યો?

શું મેં બીજાઓને હિંસા માટે પ્રોત્સાહન આપ્યું કે અનુમોદના કરી?

શું મેં પોતાનાં વિચારોને બીજાઓ ઉપર થોપવાનો પ્રયાસ કર્યો?

શું મેં પોતાનાં પદ અને સ્થિતિને બીજાંનાં સામર્થ્ય અથવા કમજોરી ધટાડવા-વધારવામાં ઉપયોગ કર્યો?

શું મેં કઠોર વચન બોલ્યાં?

શું હું સ્વાર્થી, ભયભીત, અસુરક્ષિત અથવા પ્રતિસ્પર્ધી રહ્યો?

શું મેં પોતાનાં શરીરમાં આહાર- આદિ દ્વારા હાનિકારક પદાર્થ ગ્રહણ કર્યાં? (વધારે ખાંડ વગેરે)

શું મેં ચલ-ચિત્ર, ટી.વી, પુસ્તકો અથવા કુસંગતિનાં માધ્યમોથી પોતાનાં મસ્તિષ્કમાં હિંસકતાનો સમાવેશ કર્યો?

ક્રોધ, માન અને લોભ પર ધ્યાન આપો.

૨. સત્ય

=====

શું હું સ્વયં અથવા બીજા પ્રત્યે મન વચન, કાયાથી સત્યવાદી રહ્યો?

શું મેં બીજાને અસત્ય બોલવા માટે પ્રોત્સાહન આપ્યું કે અનુમોદના કરી?

શું મેં વ્યક્તિગત લાભ માટે મૂળતત્વોને વિકૃત કે અનધિકૃત કર્યાં?

શું મેં મારી ઇચ્છાપૂર્તિ માટે ચાપલૂસી કે બહાનાબાજી કરી?

હું જે પણ કાંઇ બોલીશ સત્ય જ બોલીશ.

પરંતુ હું બધું સત્ય પ્રકટ નહીં કરું. સત્યથી હિંસા ના થવી જોઇએ.

માયા પર ધ્યાન આપો.

૩. અસ્તેય.

========

શું મેં મન-વચન અથવા કાયાથી એવી વસ્તુ ગ્રહણ કરી જે મને આપવામાં આવી નથી?

શું મેં બીજાને ચોરી કરવા માટે પ્રોત્સાહન કે અનુમોદના કરી?

શું મેં લાંચ લીધી?

અસુરક્ષા પર ધ્યાન કરો.

૪. બ્રહ્મચર્ય

=======

શું મેં મન-વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કર્યું?

શું મેં બીજાને ઇંદ્રિય-વિષયોમાં આસક્ત થવા પ્રેર્યાં કે અનુમોદના કરી?

શું મેં મૈથુની ક્રિયાઓમાં મારી ઉર્જા નષ્ટ કરી?

શું મેં મારી મૈથુની ઉર્જાનો દુરુપયોગ કર્યો?

ઇમાનદારી પર ધ્યાન કરો.

૫. અપરિગ્રહ

=======

શું હું મન-વચન અથવા કાયાથી અપરિગ્રહ રહ્યો?

શું મેં બીજાને પરિગ્રહ અથવા સંગ્રહ માટે પ્રેર્યાં કે અનુમોદના કરી?

શું મને બીજાઓ પ્રત્યે કે વસ્તુઓ પ્રત્યે પરિગ્રહી રાગ છે?

શું મારી ચારે બાજુ એવી વસ્તુઓ છે જે હું ના તો કામમાં લઇ રહ્યો છું અથવા જે હું માત્ર એકત્રિત કરી રહ્યો છું?

શું મેં એવી વસ્તુ ખરીદી જેની મને જરુર નથી?

લોભ અને ઇર્ષા પર ધ્યાન કરો.

Posted in Pratikraman | Leave a comment

મોક્ષ? અનંત સુખ?

એક સુખી સ્વપ્ન

મોક્ષ શું હશે? જો માત્ર પોતાનાં આત્માનાં સુખનો જ વિચાર કરવો હોય તો ‘દયા, કરુણા, સાધર્મિક ભક્તિ શું છે? એ વિશે જ્યારે પણ વિચાર કર્યો છે ત્યારે જૈન સાહિત્યને સમજવા અને એનાં શા ફાયદા છે એ વિશે પણ સહજ વિચાર્યું છે. થોડુંક કદાચ તમને પણ વાંચવું ગમશે.

ર્હદય અને મનની શક્તિઓનો  વિકાસ કરવામાં સહાયક એવું લોજીકલ સમૃધ્ધ જૈન સાહિત્ય, સમષ્ટિનાં રહસ્યો સમજાવતું તત્વજ્ઞાન એવું તત્વાર્થ સૂત્ર, ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પછી વર્ણવેલ ઉત્તરાધ્યાન સૂત્ર, કે કોઇપણ આગમ કે કર્મ પ્રકૃતિને સહજ સમજાવતાં અનેક ગ્રંથ જેની પણ વિશે વિચારીએ કે વાત કરીએ અથવાં તો શ્રાવકનાં આવશ્યક કે જેમાં સામાયિક, પ્રતિક્રમણની જ વાત કરીએ, આ બધું ખરેખર તો એ જ બતાવે છે કે આપણી પાસે ખરેજ ઘણું જાણવા લાયક કે જીવનમાં ઉતારવા લાયક છે.

હવે, પ્રશ્ન એ થાય કે આ બધું જીવનમાં ઉતારવાથી શો ફાયદો થશે? આપણે વાણિયા છીએ એટલે ‘ફાયદો’ તો પહેલાં જ વિચારવો રહ્યો. ખરું ને?

હા, સૌ પ્રથમ તો આ બધું જ આપણને ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવવામાં ઉપયોગી થશે. મોક્ષ માર્ગમાં બતાવેલ ચૌદ ગુણસ્થાનક વિશે ના પણ જાણતાં હોઇએ છતાંય જો થોડોક અભ્યાસ પણ આપણે ‘આંતર જગત’ ને ઓળખવામાં કરીએ તો એ મૂળભુત રીતે ક્રમે કરીને ‘રત્નત્રય’ની પ્રાપ્તિ વિશેનાં જ પગથિયાં છે. તમને શું લાગે છે?

જો તમે ધાર્મિક છો તો, એક નજર ખરેખર જીવી રહ્યાં છે એ વર્તમાન જીવન પર નાંખીએ, શું ખરેખર આપણે ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવી રહ્યાં છીએ? જો જવાબ ‘હા’ હોય તો હવે આગળ આપણી શું જવાબદારીઓ રહેશે? એ વિશે વિચારીશું. પણ જો જવાબ ‘ના’ હોય તો ખરેખર આપણી સાધનાં જ આપણું લક્ષ્ય બની ગઇ હોય એવું બની શકે. જેમ કે ‘આહાર વિહારનાં નિયમો’ નો દાખલો લઇએ. જ્યારે આ નિયમ લઇએ છીએ ત્યારે આપણું લક્ષ શું છે? આપણે આ નિયમથી શેની પ્રાપ્તિ વિશે વિચાર્યું હતું? બની શકે કે લક્ષ ગૌણ બને અને નિયમ મુખ્ય ત્યારે ‘કષાય’ થવા સંભવ છે. આવું થાય ત્યારે શું કરવું? તો આવે વખતે ‘સામાયિક’ કરવું જોઇએ.

હવે પ્રશ્ન એ થાય કે ‘સામાયિક’ કેવી રીતે કરવું? અથવા તો સામાયિક માં શું કરવું? ટૂંકમાં સામાયિક એટલે ૪૮ મિનિટનું ધ્યાન. જેમાં જે તે કષાય ઉપર આત્મનિરીક્ષણ કરવું જોઇએ. શું આપણે આવું કરીએ છીએ? જો ‘હા’ તો સહજ જીવન જીવવું, નિર્ભય બનવું, ઝડપી આત્મવિકાસ, રાષ્ટ્રીયતા, પ્રામાણિકતા, જવાબદારીઓ (સામાજિક, કૌટુંબિક) નું વહન બધું જ સહજ રીતે જીવી શકાય. જો ‘ના’ તો આપણે ક્રિયા લક્ષી બનીને ધાર્મિક હોવાનો ડોળ કરીએ છીએ.

હવે ફરીથી, વાતનાં મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે એક વાર ‘આપણે આવું ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવતાં શીખી જઇએ ત્યાર પછીની આપણી જવાબદારીઓ શું રહેશે?

તો એનાં જવાબમાં નીચેની કેટલીક વાતો વિચારવા વિનંતી.

૧) આપણે દ્રઢ મનોબળ વાળાં બની સામાજિક ઉત્થાન માટે સક્રિય બનવું. દરેક જીવ માત્ર પ્રત્યે પ્રેમ, આદર, સેવાનો ગુણ કેળવીને ક્રમે કરીને કરવાં જેવાં કાર્યો કયાં છે?. જાતિવાદ કે બીજાં કોઇ પણ પક્ષપાત વિના, આપણાં બંધુઓ માટે કરવા જેવાં ઘણાં સેવા-કાર્યો છે.

૨) આત્મવિજયથી ખરેખર બહારનાં અસંખ્ય દુઃખી લોકોની સેવા કરવાનું સામર્થ્ય વધશે.

૩) રાષ્ટ્રીયતાનાં ગુણોનો વિકાસ થશે. રાષ્ટ્રમાં ભાઇચારો વધશે. પ્રજા વધારે એક બીજાનું કલ્યાણ ઇચ્છવાવાળી થશે.

૪) રોજગારીની તકો વધારી શકીએ એવું ભૌતિક જગત વિકસાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થશે. જો કે’ કર્તા ભાવ રહિત’ સ્વભાવમાં સહજ રહેશે.

૫) સાધર્મિક ભક્તિ કે જેને બીજી ભાષામાં ‘સુપાત્ર દાન’ કહી શકીએ. એ વિશે વધારે સતર્કતા આવશે. કોઇ આરોગ્ય ક્ષેત્રે, કોઇ શિક્ષણ ક્ષેત્રે, કોઇ વ્યાપાર ક્ષેત્રે ‘સુપાત્ર દાન’ માટે સક્રિય બનશે.

વાહ, આપણે બધા આવું સુખી જીવન પણ જીવી શકીએ છીએ. તો ચાલો ‘સપનું સાકાર’ કરવા મથીએ. કદાચ આને જ ‘મોક્ષ’ કહેવાતો હશે. જ્યાં અનંત સુખ છે. ઃ)

© Hiral Shah

Posted in Uncategorized | 1 Comment

ભગવાન મહાવીર ને પત્ર.

ભગવાન મહાવીર ને પત્ર.

હે પ્રભુ, તારું જીવન અમારા માટે પથદર્શક છે. પરંતુ, મુશ્કેલી એ વાતની છે કે અમે તને માત્ર મુર્તિ બનાવીને જ પૂજી રહ્યાં છીએ. પ્રભુ, તમે દયા અને કરુણાના સાગર છો. પોતાની ઓળખ વિશેની તાલાવાલી તમને એટલી બધી હતી કે તમે સતત સાડા બાર વરસ સુધી તમારા ધ્યેય પ્રાપ્તિમાં પ્રયત્નશીલ હતાં. અમે આ જાણ્યું ત્યારે અમે ખૂબ ભાવવિભોર બન્યાં. પણ તારાં જેવા બનવા માટે ફરીથી તમને ખાલી પૂજવા માત્રથી અમે તારાં જેવા બની રહ્યાં છીએ એવાં મિથ્યાભિમાનમાં રાચી રહ્યાં છીએ.

કેટલીક વાતો પ્રભુ તને કરીશ તો તું સાચે જ ભૂલી જઇશ કે કે તમારાં કેવળજ્ઞાન પછી તમે અમને જે જ્ઞાન આપ્યું તે ખરેખર શું એ જ જ્ઞાન હતું?

સમ્યક જ્ઞાનની આરાધનાનું અમુલ્ય ભાથું તેં અમને આપ્યું છતાં અમે જ્ઞાનને માત્ર પ્રાકૃત-સંસ્કૃતમાં અમુક વાતો રટવા સુધી સીમિત કરી દીધું.

જ્ઞાનની ઉપાસના માટેનાં ગ્રંથોમાં અમે સ્ત્રી, પુરુષનાં વાડા પાડ્યાં. સાધુ, શ્રાવકનાં વાડામાં અમે જ્ઞાનને બંધિયાર કરી દીધું.

જે જિજ્ઞાસા વૃત્તિથી તમે સતત જ્ઞાનની ઉપાસના કરી હતી એવી જિજ્ઞાસાવૃત્તિ કેળવવાને બદલે અમે ‘આમ કરાય’ અને ‘આમ ના કરાય’ એમાં જ રમમાણ રહી ગયાં છીએ. તમને પણ તો પ્રભુ ઘણાં સવાલો થયા હશે, પરંતુ અમે જો સવાલો પૂછીએ તો ‘ભગવાનની આજ્ઞા’ કહીને અમને વિચારવાનું બંધ કરી દેવાની ભલામણ થાય છે. દલીલ કરીએ તો ‘શાસ્ત્રોમાં કીધું છે ‘ કહીને ફરીથી અમને નિરાશ કરવામાં આવે છે. સ્ત્રીઓને તો અમુક ગ્રંથો નહિં વાંચવા એવું ફરમાન અમારા સમુદાયમાં છે. શ્રાવકથી અમુક ગ્રંથનો અભ્યાસ ના થાય એવાં તો કેટલાંય વાડા છે. શું પ્રભુ જ્ઞાનને બાંધીને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય? જિજ્ઞાસા વૃત્તિનું ગળું દાબી દઇને જ્ઞાનની આરાધના શક્ય છે?

શું તમે આદિનાથ ભગવાનની સેવા-પૂજા કરતાં હતાં? અમને તો સેવા-પૂજા વખતે પણ મોટા લોકો કે જે ક્રિયામાં એવા તો જડ બન્યાં છે કે ટોકતાં હોય છે.

 આવી તો કેટલીયે નાની નાની વાતો છે જેમાં પ્રભુ જ્ઞાનને અમે બહુ કુંઠિત કરી દીધું છે.

 સમ્યક દર્શનની દ્રષ્ટિ પ્રભુ તેં અમને આપી પરંતુ અમારું સાંકડું દર્શન તો ફરી ફરીને આ બંધિયાર વાડામાં ગોંધાઇ રહ્યું છે. જીવમાત્રમાં ભગવાન જોવાની જગ્યાએ અમે કેટલાં સામાયિક, કેટલાં પ્રતિક્રમણ કર્યાં એની ગણતરીનાં દર્શનમાં વધુને વધુ કષાય કરી રહ્યાં છીએ.

સમ્યક ચારિત્રની તારી દિવ્ય દ્રષ્ટિને પણ અમે જાતિ, વર્ણ , કુળ, ગોત્ર એવાં કેટલાંયે  વાડોમાં એવી તો કેદ કરી છે કે સ્વની ઓળખનો પ્રશ્ન પણ અમને થવો બહુ મુશ્કેલ છે. અમે ચારિત્રની વાતને માત્ર ઓઘા (સાધુ, સાધ્વીને દીક્ષા વખતે મળતો ઓઘો) ની ઓળખમાં કેદ કર્યો છે.

સમ્યક તપનો તમારો અનુભવ પ્રભુ ક્રમે કરીને કેવી રીતે કર્મની નિર્જરા શક્ય છે એ માર્ગ કદાચ બતાવે છે. પણ અમે તો ફરી ફરીને સ્થૂળરીતે શરીરને કષ્ટ આપવાનાં જાત જાતનાં નિયમો જેવાંકે નવકારશી, ઉપવાસ, ચોવિહાર, એકાસણાં, બિયાસણાં, વગેરે વગેરેમાં એવો તો કેદ કર્યો છે કે બીજાં બધાં મનનાં કષાયો વિશે નહિં વિચારતાં માત્ર આ કષ્ટોથી જ કર્મની નિર્જરા થશે એવો ભ્રમ અમને વારસામાં દિન પ્રતિદિન મળતો જાય છે. જે પણ નિયમો તમે બનાવ્યાં હશે એ બધાં જ સ્વની ઓળખ માટે સહાયક એવાં બાહ્ય સ્થૂળ વસ્તુનાં સહજ ત્યાગ સ્વરુપે હશે. પણ અમે તો આ નિયમોને જ જીવન માની લીધું છે. બહુમાન પણ એ જ પ્રકારે થાય છે. તેં બતાવેલાં અભ્યંતર તપનો અર્થ પણ બહુ ભાગ્યે જ સહજ રીતે જીવનમાં વણવાની વાત કોઇ વિચારતું હશે.

પ્રભુ, તમને અનુસરવામાં મુખ્ય વાત હતી, કષાયો ઉપરનો વિજય. પરંતુ, અમે તો માત્ર ક્રિયાને જ પૂજતા થઇ ગયાં છીએ. પ્રભાવનાનું ઘેલું તો પ્રભુ શું કહું? જે ‘લાલચ’નાં ભાવ ઉપર વિજય મેળવવાની તારી વાતો છે એને અમે બાળપણથી કૃત્રિમ રીતે પ્રોત્સાહિત કરીએ છીએ. જૈન સમુદાય જે તમને પ્રાર્થે છે એમાં પણ શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાનકવાસી કંઇ કેટલાંય વાડા છે અને આ જે તે વાડાનાં સંચાલકો બીજાં વાડાનાં ગુરુને કુગુરુ કહે છે. બીજાંનાં ભગવાનને કુદેવ કહે છે. શું કોઇ દેવ ક્યારેય કુદેવ હોય? અને એ દેવ પ્રભુ તમે જ છો ભગવાન મહાવીર. ચક્ષુવાળી તમારી મૂર્તિ છે તો ક્યાંક ચક્ષુ વગરની.

પણ તમને જોવાં માટેનાં ચક્ષુ અમારી પાસે હોવાં છતાં પરાણે અમને જે તે વાડાનાં ચશ્મામાંથી જ જોવું એવું વારસામાં મળે છે.

પ્રભુ જનક્લ્યાણની તારી ભાવના અમે સમજીશું ત્યારે સમજીશું પણ અમે ‘માણસ’ બની શકીએ તોય ઘણું. કષાયરહિત થવાની વાતો કદાચ અમુલ્ય મનુષ્ય ભવમાં પણ વાતો જ રહી જશે એવું લાગે છે. કર્મોનાં દેણાં અમે ચુકવતા ચુકવીશું પણ ‘આણે આમ ના કર્યું ને એ મારું આટલું ના કરે?’ એવાં વિતંડાવાદમાં અમારો મનુષ્યભવ માત્રને માત્ર જાણે અમને જેની ને તેની પાસેથી અમારું લેણું વસુલ કરવા જ મળ્યો હોય એવું અમારું વર્તન થતું જાય છે.

કર્મો કર્મો કર્મો અમે એટલું બધું કરીએ છીએ કે કોઇ દુઃખી હોય તો એનું દુઃખ દુર કરવાની જગ્યાએ અમે ‘એનું કરમ’ કહીને શાંત્વના આપીએ છીએ. શું પ્રભુ તમને લાગે છે કે અમે તમને ભજીએ છીએ?

અમે તમારી જે પૂજા કરીએ છીએ એ બહુ ભાવથી કરીએ છીએ , બહુ પૈસો ખરચીએ છીએ. દહેરાસરમાં  તમારી મૂર્તિની પ્રતિષ્ઠાની બોલીથી અમે શું ‘ભગવાન નામ – કર્મ’ બાંધીએ છીએ? પણ અમને શીખવાડવામાં તો આવું જ આવે છે.

ભગવાન તમે અમને ‘અનેકાંતવાદ’, ‘સાપેક્ષવાદ (સત્યની ઘણી બાજુઓ હોય છે)’ , ‘ગુણાનુવાદ (જાતિવાદ નો છેદ)’ શીખવ્યું પણ આ બધું ભૂલીને અમે ‘મારાં-તારાં’નો વાદ વધારે ભજીએ છીએ.

પણ પ્રભુ તું બહુ દયાળુ છે અમારી ઉપર દયા કરજે. પુરુષાર્થ કરવા માટે હજુ ઘણાં ભવ અમને મળશે જ ને?

 © Hiral Shah

Posted in Letter series | 2 Comments